આડાસંબંધને કારણે ગળે ટૂંપો આપી મારી નાખી મહુડાના ઝાડા સાથે દોરડું બાંધી લટકાવી દીધો હોવાની શંકા
રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના ખૈડીપાડા ગામે યુવાનની હત્યાને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે ડેડીયાપાડા પોલીસે હાલ શકમંદમાં ગામના બે ઈસમો સામે ફરિયાદ નોંધી છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં આડાસંબંધ હોવાનું બહાર આવ્યું છે જેથી પોલીસે આ દિશામાં તપાસ ચલાવી રહી છે આ હત્યાના કેશમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે પોલીસ તપાસમાં બહાર આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડાના ખૈડીપાડા ગામે કુવાવાળુ ફળીયામાં રહેતા સોમીબેન ગંભીરભાઇ વસાવાએ ડેડીયાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગામના અમરસીંગ વેસ્તા વસાવા અને રાજેશ કાલીયા વસાવા એ રૂપસિંગ વેસ્તા વસાવા ઘરની બહાર નીકળેલ તે વખતે તેને માર મારી ગળે ટુપો આપી મારી નાખી ગામની સીમમાં એક ખેતરમા આવેલ મહુડાના ઝાડ સાથે દોરડુ બાંધી લટકાવી દીધો છે જે બાબતે પોલીસે શકમંદ ના આધારે આ બે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં આ મૃતક યુવાનનો ગામની છોકરી સાથે આડો સંબંધ હોવાની વાત બહાર આવી છે અને જેની રીસ રાખી આ યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો છે ત્યારે આ બાબતે પોલીસ સત્યતા તપાસી રહી છે જો એમ હશે તો પોલીસ ગુનેગારોને શોધી તેમની સામે પગલાં લેશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





