સિવિલમાં સમય કરતા વહેલા ઓપીડી બંધ કરતા દર્દીઓએ હોબાળો મચાવ્યો

0
8

સુરત,તા.૪
નવી સિવિલ હોસ્પિટલની મેડિસીન વિભાગની ઓપીડી બહાર રોજની જેમ જ દર્દીઓની લાઈન હતી. ટોકન માટે કેસ પેપર માટે અને ત્યાર બાદ ઓપીડીની બહાર કલાકોથી દર્દીઓ લાઈનમાં ઉભા હતા. ત્યાં એક વાગ્યાના બદલે ૧૨ઃ૩૦ કલાકે ઓપીડીનો દરવાજા સિક્યુરીટીએ બંધ કરી કેસ પેપર હાથમાં લઈ ઉભેલા દર્દીઓને ૪ઃ૦૦ વાગ્યે આવવાનું કહેતા દર્દીઓ રોષે ભરાયા હતા. જેથી દર્દીઓએ સુપ્રિટેન્ડન્ટ ડો.ગોવેકરને ઉગ્ર રજુઆત કરતા તેઓ જાતે દર્દીઓ સાથે ઓપીડી પર પહોંચ્યા હતા અને સિકયોરિટીને દર્દીઓને અંદર જવા દેવા સૂચના આપી હતી જેથી સિક્યુરિટી એ દર્દીઓને અંદર જવા દીધા હતા.
જાકે સુપ્રિટેન્ડન્ટ જતા રહ્યા બાદ અંદર ગયેલા દર્દીઓના કેસ પેપર પર સિક્કા મારી આપવામાં આવ્યા ન હતા અને તેમને ફરીથી બહાર નો રસ્તો દેખાડી દેવાયો હતો. જાકે આ બાબતે મેડિસીન વિભાગની ઓપીડી માં હાજર પ્રોફેસર ડો.કે.એન. ભટ્ટે સ્ટાફ ઓછો હોવાનું કારણ આગળ ધરી દીધું હતું અને સિક્યુરિટી તેમજ અન્ય સ્ટાફ દર્દીઓને અંદર આવવા દેતો ન હોવાનો બચાવ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY