સુરત,તા.૨૪
સુરતના પાર્લે પોઇન્ટ અંબિકા નિકેતન મંદિરના ગેટ પાસેથી રવિવારે સાંજે ઈજાગ્રસ્ત હાલતમાં મળેલી અજાણી મહિલાને સારવાર માટે સિવિલમાં ખસેડાઇ હતી પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા ઉમરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
નવી સિવિલ હોસ્પિટલ તેમજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત સાંજે ૬ વાગ્યાના અરસામાં પાર્લે પોઇન્ટ અંબિકા નિકેતન મંદિરના ગેટ પાસેથી ત્રીસ વર્ષની અજાણી મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન મળી આવી હતી.
મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જાકે, ગણતરીના સમયમાં તેનું મોત નીપજયું હતું. અજાણી મહિલાને ઇજા થઈ હોવાથી તેને કઈ રીતે ઇજા થઇ હતી. તે જાણવા ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



