નેપાળના સેના પ્રમુખ જાન્યુઆરીમાં ભારતની મુલાકાતે આવશે

0
8

કાઠમાંડૂ,તા.૨૪
નેપાળના સેના પ્રમુખ જનરલ પૂર્ણ ચંદ્ર થાપા આગલા મહિને ભારતની યાત્રા કરશે. નેપાળી સેનાના એક વરિષ્ઠ અધિકારીએ આ સૂચના આપી હતી કે ભારતમાં થાપા ૧૧ જાન્યુઆરીએ ભારત જવા રવાના થશે અને સેના પ્રમુખની પદભાર સંભાળ્યા બાદની આ પ્રથમ વિદેશ યાત્રા હશે.
એક બીજાના સેના પ્રમુખને આ માનદ પદવી આપવીએ બંને પાડોશી દેશ વચ્ચેનો એક રિવાજ છે. નેપાળી સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ ગોકુલ ભંડારીએ કહ્યું કે, સેના પ્રમુખ જનરલ પૂર્ણ ચંદ્ર થાપા ૧૧ જાન્યુઆરીએ ભારત આવશે. સેના પ્રમુખનો હોદ્દો સંભાળ્ય પછી આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. તેમણે જણાવ્યું કે, ૬ દિવસની આ યાત્રા દરમિયાન જનરલ થાપાને રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમમાં ભારતીય સેનાના માનદ પ્રમુખનો હોદ્દો સોપવામાં આવશે.
પ્રવક્તાના મુજબ જનરલ થાપા રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણની પણ મુલાકાત લેશે અને રક્ષા પ્રશિક્ષણ સંસ્થાએ પણ જાશે. તે ૧૬ જાન્યુઆરીના રોજ પરત આવશે. જણાવી દઈએ કે ૬ ઓગસ્ટના રોજ નેપાળના સશસ્ત્ર દળોનુ નેતૃત્વ સંભાવવા વાળા જનરલ થાપા પોતાના ભારતીય સમકક્ષ બીપિન રાવતેના આમંત્રણ પર ભારતની યાત્રા કરવા આવી રહ્યા છે. જનરલ રાવત નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડેરી પાસે સન્માન મેળવવા માટે જૂલાઈમાં નેપાળ ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY