સુરત,તા.૫
પાલનપુર જકાતનાકા સ્થિત ઓર્ચિડ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતી કંચન પારીકના લગ્ન રાજસ્થાનના જયપુર ખાતે રહેતા પંકજ ગોકુલભાઇ પારીક સાથે થયા હતા. લગ્નના વીસ દિવસમાં જ કંચનની સાસું સંતોષબેન પારીક અને પતિ પંકજ ગોકુલભાઇ પારીક દ્વારા દહેજને લઇને ત્રાસ આપવાનો શરૂ કરાયો હતો. દહેજને મામલે સાસુ સંતોષબેનને પુત્ર પંકજની ચઢામણી કરતા હતા.
રાત્રે નશામાં ચૂર થઇ પંકજ પત્ની કંચનને માર મારતો હતો. ઘરમાં બંધ બારણે વહુને અપાતા શારીરિક અને માનસિક ત્રાસની જાણ પડોશીને નહીં થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવતી હતી. એક મા અગાઉ રાત્રે દારૂનો નશો કરી પંકજે પત્ની કંચનને માર મારતા તે સુરત પિયર આવી ગઇ હતી.
અહીં અડાજણ પોલીસ મથકમાં દહેજભૂખ્યા પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ પંકજ અને સંતોષબેન પારીકની ધપકડ કરે તે પહેલાં બંનેએ અત્રેની કોર્ટમાં આગોતરા જામી અરજી કરી હતી. આ જામીન અરજીનો એપીપી કિશોર રેવલીયા દ્વારા વિરોધ કરાયો હતો. તેમની દલીલોને આંશિક ગ્રાહ્ય રાખી સંતોષબેન પારીકની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. આ સાથે કોર્ટે દહેજને મુદ્દે પત્ની ઉપર ત્રાસ ગુજરાનારા પંકજ પારીકની આગોતરા જામીન અરજી ફગાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



