ફેબ્રુઆરી સુધીમાં ૯૨૨ કરોડ મંજૂર નહિ થાય તો તાપી શુદ્ધિકરણ ભૂલી જવાનું : હર્ષ સંઘવી

0
10

તાપી શુદ્ધિકરણનાં કામગીરીની તમામ જવાબદારી પાલિકા કમિશનરને સોંપાઈ
સુરત,તા.૨૪
છેલ્લા સાત વર્ષથી ટલ્લે ચડેલા તાપી શુદ્ધિકરણ અભિયાનના મુદ્દે મહેસુલ મંત્રીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં આ અભિયાનના ચેરમેન તરીકે સુરત મહાનગર પાલિકાના કમિશનરની નિમણૂક કરીને તમામ જવાબદારી સોંપી દેવાઇ છે.
તાપી શુદ્ધિકરણ માટે લડત ચલાવાઈ રહી છે પરંતુ સુરત મહાનગરપાલિકા સિંચાઈ અને કલેકટર આ ત્રણેય વિભાગના સંકલનના અભાવે ચોક્કસ કામગીરી થઈ શકતી ન હતી. તાપી નદીમાં ડિસીલ્ટીંગની કામગીરી હોય કે પછી કાપ કાઢવાની કામગીરી હોય કે પછી ટેકરીઓ દુર કરવાની કામગીરી હોય આ તમામ કામગીરીને લઇને કોઈ નક્કર અને ચોક્કસ કામગીરી થતી ન હતી. આથી મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ આ બાબતે જિલ્લા સંકલનમાં વારંવાર પ્રશ્નો પૂછ્યા હતા. તેમ છતાં કોઇ કાર્યવાહી ન થતાં આખરે આજે મહેસુલ મંત્રી કૌશિક પટેલ ઉપસ્થિતિમાં મહત્વની ચર્ચા થઈ હતી. આ બેઠકના મહત્વના ત્રણ મુદ્દાઓ હતા એક સિંગણપોર વિયરની હેઠવાસમાં મગદલ્લા સુધી લંબાઇમાં ડ્રેનેજ ડિસીલ્ટીંગ તેમજ કાપ કાઢવાની કામગીરી સાથે જ કઠોર ખોલવાડ સુધીની લંબાઈમા ટેકરીઓ દુર કરવાની અને અડાજણ શીતલ ટોકીઝ સુધી પારો બનાવવાની કામગીરી આ ત્રણ મહત્વના મુદ્દા હતા.
બેઠક શરૂ થતાં જ મજુરા ધારાસભ્ય હર્ષ સંઘવીએ પ્રશ્નનો મારો ચલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો અમદાવાદમાં કામ થઈ શકતું હોય તો સુરતમાં કેમ નહીં. દરેક બેઠકમાં રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઇ નથી. અભિયાનમાં કોઈને કોઈ જવાબદારી સોપાઈ જ ન હોવાથી બધા જ વિભાગો એકબીજા પર છોડી દેતા હતા.
આજની તારીખે આ અભિયાનની ફાઈલ આઇઆઇટી રૂડકીમા હોવા છતાં કોઈને ખબર નથી. આથી આ ૯૦૦ કરોડનું અભિયાન ચલાવવું હોય તો કોઈકને જવાબદારી સોંપવી પડશે.અને ટેન્ડર આપવાની કે બેરેક બનાવવાની રીવર ફન્ટ ની કામગીરી કોઈકને કોઈ અધિકારી ને સોંપવી પડશે. તો જ અભિયાન સફળ થશે. તેમણે તો જિલ્લા કલેકટર અને પાલિકા કમિશનરને પણ કહ્યું હતું કે તમે પણ બહાર નીકળીને તાપી નદીને જુઓ અને નદી પત્ય આત્મીયતા જાગશે.
ધારાસભ્ય હર્ષની ધારદાર રજૂઆતને પગલે મહેસુલ મંત્રીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે અહીંયા સાત વર્ષથી કોઈ કામગીરી થઈ નથી આથી તેમણે પાલિકા કમિશનરને સૂચના આપી હતી. દોઢ મહિનામાં શિડયુલ તૈયાર કરીને કામગીરી શરૂ કરવાની રહેશે. આમ આજે અભિયાનમાં મુખ્ય જવાબદારી સોંપાઈ હોવાથી હવે કામગીરીનો ધમાલ જાવા મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY