બોગસ ભાડા કરાર બનાવી જમીનના મૂળ માલિકને ધમકી અપાતા મામલો પોલીસમાં

0
10

ઢોર બાંધવા આપેલી જમીન પચાવી પાડવા કોર્ટમાં દાવો કરાતા ફરિયાદ
સુરત, તા.૨૪
સણીયા હેમાદમાં ઢોર બાંધવા માટે આપેલી જમીનના ખોટા ભાડા કરાર બનાવી કોર્ટમાં દાવો કરી જગ્યા ખાલી કરવાને બદલે જમીન માલિકને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો બનાવ સરથાણા પોલીસ મથકે નોîધાયો હતો.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા મમતા પાર્કમાં રહેતાં જયંતીભાઈ જગાભાઈ ઘેવરિયાએ આરોપી હર્ષદ આંબલીયા, અજય શિરોયા, કિરીટ શિરોયા તથા આઠેક જણાં વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ પોતાની સણીયા હેમાદ ખાતે આવેલી જમીન આરોપીઅોને ઢોર બાંધવા માટે આપી હતી. આ જમીનના આરોપીઓએ ખોટા ભાડા કરાર બનાવી કોર્ટમાં દાવો રજૂ કરી ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સરથાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY