અપહરણ અંગે બે શકમંદોની પોલીસ અટકાયત
સુરત, તા.૮
જમીન દલાલીની લેતી દેતીમાં છ જણાંએ જમીન દલાલનું અપહરણ કરી ગોંધી રાખી પિતા પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી વ્યાજ સહિત રૂપિયા ત્રીસ લાખની માંગણી કરી હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશને નોધાઈ હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા ત્રિકમનગર-૧ પાસે કાળીદાસનગરમાં રહેતાં જમીન દલાલે આરોપી મુન્નાભાઈ બાપુ ઉર્ફે ગોસ્વામી તથા તેના પાંચ સાગરીતો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ બળજબરીથી ફરિયાદીનું સોસાયટીના ગેટ પાસેથી એક્ટીવા ગાડી પર બેસાડી અપહરણ કરી જઈ પાલનપુર પાટીયા પાસેથી એક બિલ્ડિંગમાં ગોંધી રાખી ફરિયાદી અને તેના દિકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘાતક હથિયારો બતાવી રૂપિયા ૩૦ લાખની માંગણી કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જમીન દલાલીની લેતી દેતીમાં એક કરોડ ૫૬ લાખ પૈકી ફરિયાદીએ ૧.૩૬ કરોડ આપી દીધા હોવા છતાં પમ આરોપીઅોએ વ્યાજ સહિત રૂપિયા ૩૦ લાખની માંગણી કરી હતી. વરાછા પોલીસે બે જણાંની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



