પલસાણા : કારમાંથી ૨૫ હજારનો દારૂ મળ્યો

0
9

સુરત, તા.૮
પલસાણા-બલેશ્વર કાલાઘોડા સામેથી પસાર થતી એક કારમાંથી વિદેશી દારૂની ૫૧ નંગ બોટલો કિંમત રૂ.૨૫૫૦૦ તથા ચાર લાખ રૂપિયાની કાર મળી કુલ રૂ.૪.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બે બુટલેગરોને વોન્ટેડ ઘોષિત કર્યા હોવાનો બનાવ પલસાણા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નાની દમણ કુંભાર ફળીયામાં દિલીપભાઈ કામલી રહે છે. દિલીપભાઈ અને તેનો મિત્ર રામુભાઈ પટેલ પોતાની કારમાં વિદેશી દારૂની ૫૧ નંગ બોટલો કિંમત રૂ.૨૫૫૦૦ની લઈને આવતા હતા. આ દરમ્યાન પોલીસે બલેશ્વર ગામના કાલાઘોડા પાસે તેઓની કારને રોકી તપાસ કરી વિદેશી દારૂનો જથ્થો કબજે કરી દિલીપ કામલીની ધરપકડ કરી હતી. પોલીસે ચાલક અને બુટલેગર રામુભાઈ પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર બારડોલીના અશોક પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે તમામ સામે પ્રોહિબીશન એક્ટ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY