સુરતમાં ૩૩, નવસારીમાં ૩૨ અને વલસાડમાં ૩૩ ડિગ્રી તાપમાન
સુરત, તા. ૮
એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ દિશાથી પવન ફૂંકાવાની સાથે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ૬ થી ૭ ડિગ્રી તાપમન નીચે રહેતા શેહરીજનોને અસહૃય ગરમીથી રાહત મળી રહી છે. આગાહી સપ્તાહથીપવનની દિશા બદલવાની સાથે તાપમાનનો પારો ચઢશેï.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૫.૨ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને હવાનું દબાણ ૧૦૧૦.૩ મીલીબાર નોîધાયું છે. શહેરમાં દક્ષિણ પિમ દિશાથી કલાકના ૭ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારીમાં આજે અધિકત્તમ તાપમાન ૩૨.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૨.૪ ડિગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૩.૯ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૧.૧ ડિગ્રી નોંધાય છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ૩૨થી ૩૪ ડિગ્રીની આસપાસ ગરમીનો પારો રહેતા ગરમીથી રાહત મળી રહી છે. આગામી દિવસોમાં પવનની દિશા ઉત્તર તરફની થવાની સાથે તાપમાનનો પારો વધશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



