તાતીથૈયામાં બુટલેગરના ઘરેથી રૂ. ૩૩ હજારનો વિદેશી દારૂ ઝબ્બે

0
29

બે બુટલેગરોની પોલીસે ધરપકડ કરી
સુરત, તા.૯
સુરતથી બારડોલી તરફ જતા તાતીથેયા ગામ ખાતે પોલીસે દરોડા પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૬૭ કિંમત રૂ. ૩૩,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી હોવાનો બનાવ કડોદરાï જીઆઈડીસી પોલીસી મથકમાં નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા-તાતીથૈયા ગામ ખાતે આવેલી શિવલોક સોસાયટી ખાતે વિશાલ મોહનભાઈ પરમાર રે છે. પોલીસને મળેલીએક બાતમીના આધારે પોલીસે ગતરોજ દરોડા પાડી ભારતીયડ બનાવટની વિદેશી દારૂની ૬૭ નંગબોટલો કિંમત રૂ. ૩૩,૫૦૦/- ૧૨ હજાર રૂ. રોકડા ૨ નંગ મો. ફોન મળી કુલ્લે ૫૨,૪૧૨/-નો મુદ્દામાલ કબજે કરી બે બુટલેગરોની ધરપકડ કરી હતી. પ્રોહીબીશન એકટ મુજબનો ગુનો નોîધી પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લલેખનીય છે કે, લોકસભા ચૂંટણી આચારસંહિતાને પગલે પોલીસે કડક દારૂબંધીનો અમલ કરવા ઠેર-ઠેર દરોડા પાડી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY