દક્ષિણ ગુજરાતના તાપમાનમાં આંશિક વધારો : બે-ત્રણ દિવસ વધુ ગરમી પડશે

0
7

બે-ત્રણ દિવસમાં ચૈત્રના ઉનાળા અનુભવ થવાની આગાહી
સુરત, તા.૯
એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો સામાન્ય કરતા અોછો રહ્ના હતો. આજથી તાપમાનમાં નજીવો વધારો થવાની સાથે ગરમીનો અનુભવ થઈ રહ્ના છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તનાપમાન ૩૫.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૪.૮ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને હવાનું દબાણ ૧૦૧૦ મીલીબાર નોîધાયું છે. શહેરમાં દક્ષિણï-પિમ દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂ઼કાઈ રહ્ના છે. નવસારીમાં આજે અધિકત્તમ તાપમાન ૩૫.૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૦.૫ ડિગ્રી નોîધાયું છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૧.૬ ડિગ્રી નોîધાયું છે.
રાજ્યના હવામાન વિભાગïના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીનો વધારો નોîધાયો છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન પવનની દિશા ઉત્તર તરફથી થવાની સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે જે અંગે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY