પૂર્વ પતિ અને સસરાએ આબરુ લેવા પરિણીતા સાથે બળજબરી કરી
સુરત, તા.૯
બે ભાઈ સાથે વારા ફરતી લગ્ïન કરવાનુ઼ બિહારવાસી મહિલાને ભારે પડ્યું હતું. પૂર્વ પતિ અને સસરા-આબરૂ લેવાના ઈરાદે બળજબરી કરી ત્રણેય જણાં મારઝૂડ કરતા હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોîધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ બિહારના વતની અને સલાબતપુરા ઝન્નતીબાગ ઝૂંપડપટ્ટીમાં રહેતા રાજારામ જાગીના મોટા પુત્ર અમરજીત સાથે ફરિયાદીના લગ્ન થયા હતા. લગ્ન બાદ સંતાન થતા આરોપી અમરજીતે મારૂ સ઼તાન ન હોવાનું જણાવી ફરિયાદી પત્ની ઉપર ત્રાસ ગુજારતો હતો. જેથી ફરિયાદી પિયર જતી રહી હતી. ત્યારબાદ ફરિયાદીના માતા-પિતા ફરિયાદીનું બીજા લગ્ïન કરાવવા માગતા હોય તેથી પૂર્વ પતિ અમરજીતના નાનાભાઈ અમિત રાજચારામે ફરિયાદીને દીકરીની જવાબદારી લેવા સાથે લગ્ïન કરવાની ઈચ્છા વ્યકત કરતા બન્નેએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. આરોપીઅો અને ફરિયાદી એક જ ઘરમાં રહેતા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા એક મહિનાથી ફરિયાદીના સસરા રાજારામ જાગી અને અગાઉ લગ્ ન કરેલા પતિ અમરજીત આબરૂ લેવાના ઈરાદે ફરિયાદી સાથે બળજબરી કરતા હતા. આ બાબતે ફરિયાદીએ હાલના પતિને જાણ કરતા પતિએ આ ઘરમાં રહેવું હોય તો સહન કરવું પડશે. તેમ કહી મારઝૂડ કરી ફરિયાદી અને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસ ફરિયાદ નોîધી ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. વધુ તપાસ એએસઆઈ સરોજબેન વસાભાઈ કરી રહ્નાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



