કોલકાતાના બે ઠગ વેપારીઓ દ્વારા બે પિતરાઈ સાથે છેતરપિંન્ડી

0
6

રૂ. ૩૯.૨૭ લાખની બાકી રકમની ઉઘરાણી કરતા ધમકી મળી
સુરત, તા.૯
કોલકાતાના બે વેપારીએ સુરતના બેમિતરાઈ ભાઈ વેપારીનું રૂપિયા ૩૯.૨ લાખનું કરી નાખ્યું હતું. માલ ખરીધ્યા બાદ પેમેન્ટ ચૂકવવાને બદલે કોલકાતાના વેપારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રઘુકુળ ટેક્ષટાઈલ્સïમાં વેપાર કરતા ગોડાદરાના વેપારી પવનકુમાર પરમાત્મા પ્રસાદ પાંડેએ આરોપી આનંદ ભાનુ પ્રકાશ મિશ્રા નિરજ તેજુ સોનકર (કોલકાતા) વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. આરોપી વેપારીઓએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી નાના-નાની ઓર્ડરો આપી પેમેન્ટ નિયમિત ચૂકવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી પવનકુમાર અને પિતરાઈ ભાઈ સુભાષચંદ્ર બિદેશ્વરી પ્રસાદ પાંડે પાસેથી કુલ્લે રૂપિયા ૩૯,૨૭,૯૯૯નો માલ મગાવી નિયત સમયમાં પેમેન્ટ ચૂકવવાને બદલે પૈસાની ઉઘરાણી કરશે. તો જાનથી મારી નાખવાનીધ મકી આપી હતી.સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY