કીમમાં કતલખાને લઈ જવાતી બે ભેંસોને પોલીસે ઉગારી લીધી

0
26

ટેમ્પા ચાલક અને ક્લીનરની ધરપકડ
સુરત, તા.૧૦
કીમ ખાતેથી પસાર થતા ટેમ્પામાંથી કતલખાને લઈ જવાતા બે ભેંસોને પોલીસે છોડાવી ટેમ્પો ચાલક તથા ક્લીનરની ધરપકડ કરી હોવાનો બનાવ કીમ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કીમ સીયાલજ ગામની દરગાહ પાસે મોહંમદ સઈદ અબ્દુલ કાદીર લાકડાવાળા તથા ક્લીનર મોહસીન મુસ્તાક શેખ રહે છે. ગતરોજ સવારના સુમારે ટેમ્પા નં.જીજે-૫-એયુ-૫૪૬૭માં ઘાસચારા તથા પીવાના પાણીની તંગી વિના બે ભેંસોને કતલખાને લઈને જતા હતા. ત્યારે પોલીસે તેમના ટેમ્પાને રોકી તપાસ કરી બંને ભેંસોને છોડાવી ડ્રાઈવર તથા ક્લીનરની ધરપકડ કરી હતી. બંને ભેંસોની કિંમત રૂ.૪૦ હજાર મળી કુલ રૂ.૨.૪૦ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુજરાત પશુ સ્વરક્સણ અધિનિયમ ૧૯૫૪ની કલમ ૫, ૬, ૮ મુજબનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY