સુરત, તા.૧૦
આથી જાહેર જનતા તથા લાગતા વળગતા ઇસમોને જણાવવાનું કે, સ્થાયી સમિતિ ઠરાવ નં. ૨૬૧, તા. ૨૦/૦૨/૧૯૭૬થી વિદીત થઈ, દર વર્ષની જેમ તા. ૧૪/૦૪/૨૦૧૯ને રવિવારના રોજ ‘‘શ્રી રામનવમી’’ અને તા. ૧૭/૦૪/૨૦૧૯ને બુધવારના રોજ ‘‘મહાવીર જયંતી’’ નિમિત્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સલાબતપુરા અને રાંદેર કતલખાના બંધ રહેશે. જેની મટન-બીફ વેચનાર તમામ લાયસન્સ હોલ્ડરોએ નોંધ લેવી. તેમ સુરત મહાનગરપાલિકાના પીઆરઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




