સેન્ટ્રલ ઝોને સૈયદપુરા રાજાવાડીમાં ગેરકાયદે બાંધકામને તોડી પાડયું

0
6

ડિમોલીશન પેટે રૂ. ૪૦ હજારના ચાર્જ વસૂલ કરાયો
સુરત, તા.૧૦
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૦૭, નોંધ નં. ૧૯૧૦થી ૧૯૧૫, રાજાવાડી, સૈયદપુરા વાળી મિલકતમાં મિલકતદાર મો. સોહેલ મો. હુસૈન ભરૂચી તથા અન્યો દ્વારા સુરત મહાનગરપાલિકાના મંજૂર કરયેલ પ્લાન વિરુદ્ધ બાંધકામ કરતા તા. ૦૯/૦૪/૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકા સિક્યોરિટી સ્ટાફની મદદથી ડિમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાંચમા માળે આશરે ૯૫૦ ચો. ફૂટ આર.સી.સી. સ્લેબ તથા ૪૦૦ ચો. ફૂટ ચણતર દૂર કરવામાં આવેલ છે. તેમજ ડિમોલીશન પેટે રૂ. ૪૦,૦૦૦/- વહીવટી ચાર્જ (ડિમોલીશન પેટે) વસૂલ લેવામાં આવેલ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY