ભવિષ્યમાં હું ઉપલા ક્રમમાં બૅટિંગ કરવાનું પસંદ કરીશઃ વિજય શંકર

0
3

હેમિલ્ટન,તા.૧૨
ભારતીય ઓલ-રાઉન્ડર વિજય શંકરે કહ્યુ હતું કે રવિવારે કિવી ટીમ સામેની ત્રીજી અને આખરી તથા નિર્ણાયક ટ્‌વેન્ટી-૨૦ મેચમાં તેને મહત્વના ત્રીજા ક્રમે બૅટિંગ કરવા મોકલવામાં તેને મોટું આશ્ર્‌ચર્ય થયું હતું અને પોતે ડાઉન અન્ડરમાં આૅસ્ટ્રેલિયા તથા ન્યૂ ઝીલેન્ડમાં પોતાના પહેલા પ્રવાસમાંથી વધુ સારો ક્રિકેટર બની સ્વદેશ રવાના થનાર છે.
શંકરે શ્રેણીમાં ત્રણમાંથી બે મેચમાં ત્રીજા ક્રમે બૅટિંગ કરી હતી જેમાં તેણે પહેલી મેચમાં ૨૩ અને આખરી મેચમાં ૨૮ બોલમાં ૪૩ રન કર્યા હતા. તેણે આૅસ્ટ્રેલિયા સામે મેલબર્ન ખાતે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને પાંચ વન-ડેમાંથી ત્રણ અને ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ બધી ટી-૨૦ મેચમાં રમ્યો હતો.
૨૮ વર્ષના શંકરે આગામી વર્લ્ડ કપ માટે રાષ્ટ્રની ટીમમાં પસંદગી પામવા માટે બહુ પ્રભાવશાળી દેખાવ ભલે કર્યો ન હશે, પણ તેણે પોતાની ઓલરાઉન્ડ આવડતનો સારો પરચો દેખાડ્યો હતો. શંકરે વધુમાં કહ્યુ હતું કે ભવિષ્યમાં પોતે ઉપલા ક્રમમાં બૅટિંગ કરવાનું પસંદ કરશે.
શંકરે કહ્યુ હતું કે આ પ્રવાસમાંથી તેને ઘણું શીખવા મળ્યું હતું. શંકર ઈન્ડિયા-એ ટીમ વતી પણ ગયા ડિસેમ્બરમાં ન્યૂ ઝીલેન્ડમાં રમવા આવ્યો હતો અને અહીંની પરિસ્થિતિ તથા હવામાનથી વાકેફ હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY