ક્લોરીન બોટલ લીકેજ થતા રહિશોને અસર, સ્વિમીંગ પુલ સીલ કરાયો

0
8

સુરત,તા.૧૧
અડાજણ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં સ્વિમીંગ પુલનું પાણી ક્લીન કરવા માટે વપરાતા ક્લોરીન ગેસથી ભરેલી બોટલ લીકેજ થતા ફાયરબ્રિગેડ દોડતું થયું હતું. હોટેલની નજીકની સોસાયટીમાં રહેતા સ્થાનિકોને દૂર કરીને બોટલને સાવચેતીપૂર્વક પાણીમાં જ નાંખીને સ્વિમીંગ પુલને સીલ કરવામાં આવ્યો હતો.
અડાજણ વિસ્તારમાં આવેલી હોટલની અંદરના સ્વિમીંગ પુલમાં રાખવામાં આવેલા ક્લોરીનના જુના બાટલામાંથી એક બાટલો કોઈ કારણોસર લીકેજ થયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઓક્સિજન પહેરી લીકેજ બાટલાને સ્વિમીંગ પુલની અંદર ડૂબાડી ક્લોરીન ગેઈલોઈડ કરવાની પ્રોસેસ કરી હતી. બાટલાનું ક્લોરીન વધુ હોવાથી અને ફુલ માત્રામાં બહાર આવવાના કારણે બાજુની સોસાયટીના રહિશોને ક્લોરીનની અસર થતા તાત્કાલિક અસરથી ખાલી કરાવી દીધી હતી. રાત્રે ૧૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી બાટલામાંથી ક્લોરીન કાઢવાની કામગીરી ચાલી હતી. ત્યારબાદ ફાયર ઓફિસરની મંજૂરીથી રહિશોને સોસાયટીમાં પ્રવેશ આપ્યો હતો. અને સ્વિમીંગ પુલ સીલ કરી બાટલા જપ્ત કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY