પ્રેમિકા સાથે ફોન પર વાત કર્યા બાદ માઠું લાગતા યુવકનો ફાંસો ખાઈ આપઘાત

0
6

અન્ય એક બનાવમાં ડાયાબિટિસથી ચિંતિત પિતાનો આપઘાત
સુરત,તા.૨૨
રાણી તળાવમાં ૮ વર્ષીય પુત્રીને ડાયાબિટીસની બીમારી હોવાથી ચિંતિત રહેતા પિતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આપઘાતના અન્ય બનાવમાં પાંડેસરામાં ગર્લફ્રેન્ડ સાથે ફોન પર વાતચીત દરમિયાન માઠું લાગી આવતા યુવકે કારખાનામાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેવી જ રીતે કામધંધા બાબતે પરિવારે ઠપકો આપતા બેકાર યુવકે પણ જીવન ટુંકાવી લીધું હતું.
રાણી તળાવ ડબગરવાડ રેણુકા માતાની શેરી મદની રેસીડન્સી ખાતે રહેતા અબ્દુલ સત્તાર અબ્દુલ રશીદ(૪૨) બેન્ડનો ધંધો કરતા હતા. તેમની ૮ વર્ષીય પુત્રી આયશાને ડાયાબિટીસની બીમારી હોવાનું ૩ વર્ષ અગાઉ સામે આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી આયશાની ડાયાબિટીસની બીમારીથી અબ્દુલ સત્તાર ચિંતિત હતા. દરમિયાન પુત્રીની બીમારીની ચીંતામાં તેમણે સોમવારે સાંજે પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા લાલગેટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાતના અન્ય બનાવમાં પાંડેસરા ગોવાલક રોડ અંબિકા નગરમાં કલરના ખાતામાં રહેતો સચિન રામજેશ નીસાદ(૨૦) ત્યાંજ મજૂરી કામ કરતો હતો. સોમવારે રાત્રે તેણે ખાતામાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં સચિન મોડી રાત સુધી ગર્લફ્રેન્ડ સાથે વાતચીત કરતો હોવાનું તેમજ વાતચીત દરમિયાન કોઈક વાતે તેને માઠું લાગી આવતા તેણે આપઘાતનું પગલુ ભરી લીધું હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY