સુરત,તા.૧૧
લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વિવિધ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પ્રચારમાં નવસારી ભાજપ ઉમેદવાર પ્રચાર અર્થે આવતા સુરતની કાપડ માર્કેટમાં સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી ભાજપ ઉમેદવાર સીઆર પાટીલની ચલણી સિક્કાથી તુલા કરવામાં આવી હતી.
જીએસટી આંદોલન જ્યાં જાવા મળ્યું હતું ત્યાં ભાજપનો આવકાર કરવામાં આવ્યો હતો. સુરતની કાપડ માર્કેટમાં જીએસટી બાદ સૌથી વધુ વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં નવસારી ઉમેદવાર સીઆર પાટીલ સક્રિય રીતે ભાગ ભજવ્યો હતો. દરમિયાન સુરતના જેજે માર્કેટના વેપારીઓએ પ્રચાર માટે આવેલા નવસારીના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલની ૮૦થી ૯૦ કિલો ચલણી સિક્કાઓ સાથે વજનકાંટા પર તુલા કરી હતી. જેમાં એક, બે અને પાંચના સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



