બાળકનાં ગળામાંથી પાંચ ઇંચની ખીલી ૧૫ દિવસે કઢાઇ

0
6

સુરત,તા.૧૧
મહારાષ્ટ્રમાં રમતાં રમતાં પાંચ ઇંચ લાંબી ખીલી ગળી જનારા ચાર વર્ષના બાળકનું સુરત સિવિલ હોસ્પિલમાં સફળ ઓપરેશન કરાયું હતું. ખીલી બાળકની અન્નનળીમાં ફસાઇ જતાં તેને નિમોનિયા જેવી ગંભીર બીમારીનો ભય રહેવા સાથે જીવ સામે પણ જોખમ ઊભું થયું હતું. જોકે, સિવિલના ઇએનટી વિભાગના તબીબોએ સમયસર ઓપરેશન કરી બાળકનો જીવ બચાવી લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે મુજબ ગતા તા. ૮મીએ મહારાષ્ટ્ર, પારોળાના વતની પ્રથમેસ પ્રવીણ પાટીલને ખાંસીની તકલીફ સાથે સિવિલમાં લવાયો હતો. મહારાષ્ટ્રમાં પ્રથમેસની કરાવેલી સારવાર દરમિયાન તેના ગળામાં કંઇક ફસાયું હોવાનું નિદાન તબીબોએ કર્યુ હતુ. પરંતુ તેની સારવાર પાછળ રૂ.એક લાખની આસપાસ ખર્ચ અને આ ઓપરેશન માટે મુંબઇ કે ઓરંગાબાદ જવું પડશે. એમ તબીબોએ કહ્યું હતું. દરમિયાન સંબંધીઓએ પ્રથમેસના પરિવારને સુરત સિવિલ જવા માટેની સલાહ આપતા તેઓ સિવિલમાં આવ્યા હતા.
સિવિલમાં બાળરોગ વિભાગના તબીબોએ તપાસ કરી તેને ત્વરીત ઇએનટી વિભાગમાં રિફર કરી દીધો હતો. ઇએનટી વિભાગના તબીબોની તપાસમાં પ્રથમેસના ગળાના ભાગે અન્નનળીમાં ખીલો ફસાયો હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ કેસની ગંભીરતાને જોઇ જે તે દિવસે વિભાગના વડા ડો. જૈમિન કોન્ટ્રાક્ટરના માર્ગદશનમાં ડો. રાહુલ પટેલ, ડો. ભાવીન પટેલ સહિતના તબીબોએ દૂરબીનથી મદદથી માત્ર ત્રણ મિનિટમાં ખીલો બહાર કાઢી પ્રથમેસને પીડા મુક્ત કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY