એક વ્યકિત દુકાનનો માલિક બની બેઠો અને બીજાને ભાડુઆત પણ બતાવી દીધો

0
11

નકલી માલિક અને ભાડૂઆતે બોગસ પુરાવા રજૂ કરી બેંકમાં એકાઉન્ટ શરૂ કરાવ્યું
સુરત, તા.૧૨
દુકાનના બોગસ માલિક ભાડૂઆત બની બોમ્બે મર્કન્ટાઈલ બેન્કમાં ભાડા કરાર રજૂ કરી કરંટ એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી કર્યાનો બનાવ મહિધરપુરા પોલીસ સ્ટેશને નોંધાયો હતો.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અડાજણ ઈશિતા પાર્કની બાજુમાં યોગીરાજ કોમ્પલેક્ષમાં રહેતા મીનાબેન નરેશ ચંદ્ર મરચન્ટે આરોપી નીતિનકુમાર ભીમજીભાઈ કોઠારી, (રહે. કડોદરા), હરેશ કનુ ગજેરા (રહે. માછવા નંદ કતારગામ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીની ગુજરાત ગેસ સર્કલ અંકુર સોસાયટી સ્થિત દુકાન નં. સી/૧ના આરોપી હરેશ કનુભાઈ માલિક બની આરોપી નીતિનકુમાર કોઠારી ભાડૂઆત બની ખોટી ભાડા કરાર બનાવ્યો હતો અને આ ભાડા કરારને ખરા તરીકે ઉપયોગ કરી ઝાંપાબજાર સ્થિત બોમ્બે મર્કન્ટાઈલ્સ બેન્કમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ અંગે દુકાન માલિક મીનાબેન મરચન્ટે મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY