પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો- ઘટાડો
સુરત, તા.૧૨
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત બે દિવસ સુધી તાપમાનનો પારો વધ્યા બાદ આજે નજીવો ઘટાડો નોંધાયો છે. છતાં પણ ગરમીનો અનુભવ ગતરોજની જેમજ યથાવત રહ્ના છે. આજે પણ દક્ષિણ પિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્ના છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૯.૦ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૪.૮ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને હવાનું દબાણ ૧૦૧૦.૬ મીલીબાર નોîધાયું છે. શહેરમાં દક્ષિણ પિમ દિશાથી કલાકના ૨ કિલોમીટરની ઝડપે પવન ફૂ઼કાઈ રહ્ના છે.
નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૬.૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૧.૫ ડિગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૫.૯ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૨.૬ ડિગ્રી નોંધાયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસ સુધી ગરમીનો પારો ચડયા બાદ આજે તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો છે. છતાં પણ ગરમીનો અનુભવ યથાવત રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



