ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસો. દ્વારા વાર્ષિક સમારંભની ઉજવણી

0
3

સુરતના હરમિત દેસાઈને શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ
સુરત, તા.૧૨
ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસો. દ્વારા હાલમાં જ સુરત ખાતે વાર્ષિક એવોર્ડ સમારંભ યોજાયો હતો. જે દરમિયાન જ ગુજરાત સુપર ટેબલ ટેનિસ લીગના લોગોનું પણ અનાવરણ થયું હતું.
આ ભવ્ય કાર્યક્રમ દરમ્યાન ટેબલ ટેનિસ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પેરા એથલેટીક્સ તેમજ અન્ય વિવિધ કેટેગરીમાં ઝળકનારા ખેલાડીઓ વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ટે.ટે.એસો.ના પ્રમુખ વિપુલ મિત્રા ઉપરાંત નિશિથ મહેતા, પ્રમોદ ચૌધરી, હરીશ સંગતાણી તેમજ અમિત ચોકસી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતા. ઓસ્ટ્રેલિયા ખાતેની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સુરતના હરમિત દેસાઈને વર્ષના શ્રેષ્ઠતમ ખેલાડીનો એવોર્ડ એનાયત થયો હતો. આ ઉપરાંત માનવ ઠક્કર, માનુષ શાહ, કૌષા ભૈરપુરે, સિદ્ધિ બલસારા, નામના જયસ્વાલ, પ્રથમ મદલાની, જીજ્ઞેશ જયસ્વાલ, કોકીલાબેન પટેલ, હિરલ મહેતા, ઉપરાંત કોચ શ્રેણીમાં વિસ્મય વ્યાસ, લવીના ભાર્ગવ તેમજ દેવેષ કારીયાને એવોર્ડ એનાયત થયા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY