વરાછા પોલીસમાં ત્રણ યુવકો વિરૂદ્ધ ગુનો નોંધાયો
સુરત, તા.૧૨
વરાછા ગીતાંજલી પેટ્રોલ પંપ નજીક એક યુવકને ધમકી આપી બળજબરી પૂર્વક નાણાં કઢાવવાનો પ્રયાસ કરી ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ વરાછા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે ખંડણીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઓરિસ્સા પુરી જિલ્લાન વતની અને હાલમાં ગોડાદરા કૈલાશનગર ખાતે રહેતાં ભીમીસિંગ બંસીધર લીંકાને ગતરોજ રાત્રિના સુમારે આરોપીઓ હીરેન વસંતભાઈ મહેતા, આસિફ યાકુબ મંસુરી તથા અભિષેક કટારીયા વગેરેઓએ ભીમસિંગ તથા તેમના ડ્રાઈવરને ગીતાંજલી થિયેટર પાસે આવેલા પેટ્રોલપંપ પાસે ધમકી આપી બળજબરી પૂર્વક નાણાં કઢાવી લેવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા. ધમકીનો ભોગ બનનાર ભીમસિંગ વરાછા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઅો સામે ખંડણીની ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




