હવે રિશિ કપૂર ડિજિટલ પ્લેટફોર્મ પર દેખાશે

0
9

મુંબઈ,તા.૨૮
સિનિયર અભિનેતા રિશિ કપૂર પણ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર દેખાવાના છે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી. તેમની રાજમા ચાવલ ફિલ્મ નેટફ્લીક્સ દ્વારા નવેંબરમાં રજૂ થવાની છે. ઇન્ટરનેશનલ ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ સર્જક લીના યાદવની આ ફિલ્મમાં કેટલાક મતભેદોના કારણે છૂટા પડેલા પિતા પુત્રની વાત છે.
પિતા બનેલા રિશિ કપૂર સોશ્યલ મિડિયાની મદદથી પુત્રનો સંપર્ક સાધવાના પ્રયાસો કરે છે એવી કથા આ ફિલ્મમાં છે.
રાજમા ચાવલ નેટફ્લીક્સ પર રજૂ થવા પહેલાં લંડનમાં બીએફઆઇ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં પ્રીમિયર રૃપે રજૂ થશે. અગાઉ લીનાની પાર્ચ્ડ ફિલ્મ આંતરરાષ્ટ્રીય લેવલે બિરદાવાઇ હતી. ૨૦૧૫માં ટોરોન્ટો ફિલ્મ્સ ફેસ્ટિવલમાં પાર્ચ્ડનો પ્રીમિયર યોજાયો હતો.
લીનામાં હસતાં હસતાં કથા કહી દેવાની આગવી ફાવટ છે. કથાની માવજત આગવી રીતે કરવા માટે લીના પંકાયેલી છે. આ ફિલ્મમાં રિશિ કપૂરે પિતાનો રોલ કર્યો છે. નવી દિલ્હીના અત્યંત ભીડભાડવાળા વિસ્તાર ચાંદની ચોકના બેકગ્રાઉન્ડમાં આ ફિલ્મની કથા રજૂ થાય છે.
રિશિ કપૂર ઉપરાંત આ ફિલ્મમાં અમાયરા દસ્તૂર, અપરાશશક્તિ ખુરાના અને નવોદિત અભિનેતા અનિરુધ તનવર રજૂ થઇ રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY