ક્રિપ્ટો ચેસીસ કરન્સી દ્વારા રોકાણકારોને રોકાણ કરાવી મોટી છેતરપિંડી

0
4

સુરત,તા.૨૫
દક્ષિણ ગુજરાતમાં વધુ એક કરન્સીનું કૌભાંડ હવે સામે આવ્યું છે. ક્રિપ્ટો ચેસીસ કરન્સી દ્વારા રોકાણકારોને રોકાણ કરાવી મોટી છેતરપિંડી થઈ હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. રોકાણકારોને ઊંચુ પ્રલોભન આપી ૧૦૦,૫૦૦ અને ૧૦૦૦ના ડોલરનું રોકાણ કરાવી રોકાણકારો સાથે ઠગાઈ કરવામાં આવી છે.
મહત્વનું છે કે ઓપરેટિંગ સિસ્ટમ દમણથી થતી હતી જાકે અમરેકિન કંપનીનું નામ આપીને રોકાણકારો સાથે છેતરપિંડી થતા હવે સમગ્ર મામલો ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે, બીટકોઈન, બીટકનેક્ટ બાદ ક્રિપ્ટો સેસીસ નામની વધુ એક કરન્સી વિવાદમાં આવતા તપાસ એજન્સીઓએ આ દિશામાં જીણવટભેર તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા બીટકોઇન અને બીટ કનેક્ટનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં સુરત સહિત રાજ્યભરના ઘણાં મોટા માથાઓની સંડોવણી પણ ખુલવા પામી હતી. ત્યારે તાજેતરમાં ક્રિપ્ટો ચેસીસ કરન્સી નામનું કૌંભાડ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY