જામીનદાર તથા સાગરીતોએ અદાલતને ગેરમાર્ગે દોરી
સુરત, તા.૧૩
દારપણાનો દાખલો ખોટો બનાવડાવી તેનો ખરા તરીકે કોર્ટમાં ઉપયોગ કરી એક આરોપીને જામીન મુક્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ઉમરા પોલીસે છ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વતની અને હાલમાં ડભોલી રોડ સરદાર સોસાયટીમાં રહેતાં આશિષભાઈ શંકરભાઈ રબારીએ ઉમરા પોલીસ મથકમાં નોંધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ કેસના જામીનદાર તથા તેમના સાગરીતો દ્વારા કોર્ટને ગેરમાર્ગે દોરવવા દારપણાના બોગસ દાખલાઓ બનાવડાવવામાં આવ્યા હતા. બોગસ દારપણાનો દાખલાઅોને ખરા તરીકે ઉપયોગ કરી કોર્ટમાંથી જામીન મુક્ત કરવામાં આવતા હતા. જિલ્લા સેવા સદન ખાતે નોકરી કરતા આશિષ રબારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



