ઈસ્લામાબાદ,તા.૨
ઈમરાન ખાને સાદા સમારોહમાં પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરવા માંગે છે અને તેઓ વિદેશી નેતાઓ અને જાણીતી હસ્તીઓને આમંત્રિત કરવાના પક્ષમાં નથી. ૬૫ વર્ષીય ઈમરાન ખાનના ૧૧ ઓગષ્ટના રોજ શપથ ગ્રહણ કરે તેવી શક્્યતા છે.
અગાઉ ઈમરાન ખાનની પાર્ટીએ શપથ ગ્રહણ સમારોહમાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન, ક્રિકેટર કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને નવજ્યોત સિંહ સિદ્ધૂ જેવા ભારતીય ક્રિકેટરોને આમંત્રણ આપવાની યોજના બનાવી હતી.
ડાન સમાચારપત્રના જણાવ્યા પ્રમાણે, આજે આ મુદ્દે વલણ સ્પષ્ટ કરતા એકદમ સાદાઈથી શપથ ગ્રહણ સમારોહ કરવાનો ઈમરાન ખાને નિર્ણય લીધો છે. ખાનની પાર્ટી પીટીઆઈના પ્રવક્તા ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે, પીટીઆઈ ચેરમેને સાદગીપૂર્ણ રીતે શપથ ગ્રહણ સમારોહ આયોજીત કરવાના નિર્દેશ આપ્યા છે. તેઓ એવાન-એ-સદર (રાષ્ટ્રપતિ નિવાસ)માં સાદાઈ પૂર્વકમા સમારોહમાં શપથ ગ્રહણ કરશે.
ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે, સમારોહમાં કોઈ પણ વિદેશી ગણમાન્ય વ્યક્તિને આમંત્રિત ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંપૂર્ણ રીતે રાષ્ટ્રીય સમારોહ બની રહેશે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનો ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજર નહીં રહે.
માત્ર ઈમરાન ખાનના કેટલાક નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે. સમારોહમાં વ્યર્થ ખર્ચ નહીં કરવામાં આવે. આ કાર્યક્રમમાં ઈમરાન ખાનના કેટલાક વિદેશી મિત્રોને આમંત્રિત કરવામાં આવશે. રાષ્ટÙપતિ મમનૂન હુસૈન ખાન ઈરફાન ખાને વડાપ્રધાન પદના શપથ અપાવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



