લીંબાયતમાં બે દિવસ પાણી પુરવઠો ઓછા પ્રેસરથી મળશે

0
26

તા.૧૬ અને ૧૭ માટે આગોતરી વ્યવસ્થા કરી લેવી
સુરત, તા.૧૩
વાલકથી ડીંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર આવતી રો-વોટરની ૧૫૨૪ મી.મી. વ્યાસની એમ.એસ. લાઈનમાં સાઉથ-ઈસ્ટ (લીંબાયત) ઝોન વિસ્તારમાં ગોડાદરા ચાર રસ્તા પર તથા ઈસ્ટ (વરાછા) ઝોન વિસ્તારમાં બીઆરટીએસ મેઈન રોડ ઉપર ભૈયાનગર બસ સ્ટેન્ડની પાસે લીકેજ રીપેરિંગની અગત્યની કામગીરી તા.૧૬-૪-૨૦૧૯ના રોજ હાથ ધરવામાં આવનાર છે. જેથી સાઉથ ઈસ્ટ ઝોન લીંબાયત વિસ્તારમાં આવેલ ડીંડોલી, પરવત, ગોડાદરા વિસ્તારોમાં તા.૧૬-૪-૨૦૧૯ તથા તા.૧૭-૪-૨૦૧૯ના રોજ પાણી પુરવઠો અવરોધાય અથવા ઓછા પ્રેશરથી અને ઓછા જથ્થાથી મળવાની શક્યતા છે. જેની જાહેર જનતાએ નોંધ લઈ જરૂરીયાત મુજબનો પામી પુરવઠો સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી. નાગરિકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યક્ત કરવામાં આવે છે તથા નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY