પદ્મશાલી સમાજ દ્વારા રામ-સીતા વિવાહ ઉત્સવ
સુરત, તા.૧૩
તા.૧૪-૪-૨૦૧૯ રવિવાર ચૈત્ર સુદ નોમના પવિત્ર દિવસને આપણે રામના જન્મ દિવસ તરીકે ઉજવીએ છીએ. પરંતુ દક્ષિણ ભારતમાં આ દિવસે રામ-સીતાના વિવાહનું આયોજન કરવાની પરંપરા વર્ષોથી છે. સુરતના આંગણે પણ માર્કન્ડેય પદ્મશાળી (તેલુગુ) સમાજ દ્વારા રામસીતાના લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ ઉત્સવ લીંબાયત પ્રતાપનગરમાં આવેલ શ્રી માર્કન્ડેસ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં માર્કન્ડેય પદ્મશાળી જનરલ સમાજ, માર્કન્ડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ, પ્રતાપનગર પદ્મશાલી સમાજ અને યુવા કમિટિના સંયુક્ત ઉપક્રમે ખૂબ જ ધૂમધામથી અને ભક્તિભાવથી ઉજવાઈ હતી.
દક્ષિણ ભારતમાં દર વર્ષે શ્રી રામ નવમીના દિવસે શ્રીરામ અને સીતામાતાના લગ્ન વિધિપૂર્વક, વેદ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે. દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યમાં આવેલા ભદ્રાદ્રી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ ગોદાવરી નદીના કિનારે આવેલા ભદ્રાચલમ રામ મંદિરમાં વર્ષોની પરંપરા પ્રમાણે રામનવમીના દિવસે ભગવાન રામ અને માતા સીતાના વિવાહનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પરંપરાને સુરતમાં વસતા તેલુગુવાસીઅોએ પણ જીવંત રાખે છે. માર્કન્ડેશ્વર મહાદેવ મંદિરમાં તા.૧૪-૪-૨૦૧૯ના સીતારામ વિવાહ મહોત્સવનું કાર્યક્રમ યોજયો હતો. સમગ્ર શહેરમાં વસતા તેલુગુ ભાઈ બહેનો તેમજ પદ્મશાળી સમાજના લોકોએ ભાવપૂર્વક ભાગ લઈને મહાપ્રસાદનો લાïભ લીધો હતો. ત્યારબાદ રાત્રે ૮ કલાક સુધી શ્રી સીતારામની પાલકીનું શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જેડાયા હતા. પરંપરા મુજબ આરતી પાણી સાથે શોભાયાતાનું સ્વાગત કરીને ધૂપ દીપ અર્પણ કરાયું હતું.
સુરતમાં વસતા દરેક પ્રાંતના લોકો પોતાની પરંપરા મુજબ તહેવારો ઉજવીને અનોખું ઉદાહરણ પુરૂ પાડે છે. કંઈક તેવું જ ઉદાહરણ આજે તેલુગુ સમાજે પુરૂ પાડ્યું છે. ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં આજે ભગવાન રામના જન્મનો ઉત્સવ મનાવાયો ત્યારે દક્ષિણ ભારતમાં ભગવાન રામના જન્મોત્સવની સાથે વિવાહ ઉત્સવ મનાવાયો હતો.
સુરતમાં પ્રતાપનગર માર્કન્ડેશ્વર મહાદેવ મંદિર ખાતે પરવતમાં આવેલï ભજરંગનગર, બાલાજીનગર અને ગોડાદરામાં સહજાનંદ સોસાયટી, ભાગ્યનગર, સુમન હાઉસિંગ ખાતે સીતારામ કલ્યાણ મહોત્સવ રખાયું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





