કડોદરામાં મની ટ્રાન્સફર ઓફિસ બહાર વધુ એક શ્રમજીવી છેતરાયો

0
11

બનાવગીરો મજૂરને કાગળનું બંડલ પકડાવી ૧૬ હજાર લઈ ગયા
સુરત, તા.૧૩
કડોદરા ખાતે આવેલ મની ટ્રાન્સફરની દુકાનની સામે એક શ્રમજીવીના બે અજાણ્યા ચીટરોએ રૂ.૧૬ હજારની રકમ લઈ જઈ એકાઉન્ટમાં જમા નહીં કરાવી વિશ્વાસઘાત કર્યો હોવાની કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઝારખંડના વતની અને તાતીથૈયા સોની પાક-૨માં રહેતા પવનકુમાર કિષ્ટુ શર્મા ઉ.વ.૩૦ મિલમાં મજૂરી કામ કરે છે. ગત તા.૮મીના રોજ સવારે ૧૧ કલાકે કડોદરા ચાર રસ્તા નજીક આવેલ સોનલ રીટેલ એન્ડ કોર્પોરેટ સર્વિસ નામની મની ટ્રાન્સફરની દુકાનની સામે એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા આવેલ હોય ત્યારે તેમની પાસેથી બે અજાણ્યા ઈસમો આશરે ૨૦ થી ૨૫ વર્ષના હિન્દી ભાષા બોલતા હોય જેઅોએ એકાઉન્ટમાં જમા કરવાના રોકડા રૂ.૧૬૧૦૦ લઈ જઈ કાગળોનું બંડલ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પવનકુમારે કડોદરા પોલીસ મથકે બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY