દુકાનદારે કિશોરની આંખમાં સ્ક્રૂડ્રાઇવર ભોંકી દેતા અરેરાટી વ્યાપી

0
13

સુરત,તા.૧૫
સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં ૧૬ વર્ષનો યુવક રિપેર કરાવેલો પંખો બરાબર ચાલતો ન હોવાની ફરિયાદ દુકાનદારને કરવા માટે ગયો હતો. ત્યારે દુકાનદાર એકદમ ગુસ્સે થઇ ગયો હતો અને કિશોરની આંખની નજીક દુકાનદારે સ્ક્રુ ડ્રાઇવર ઘુસાડી દીધુ હતું. ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને જાઈ ડોક્ટરો પણ ચોકી ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ છવાઇ ગયો હતો અને આખી ઘટનાની જાણ પોલીસને કરી હતી.
નોંધનીય છે કે દુકાનદારનું નામ ગૌતમ છે અને તે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમની સામે હત્યા, જમીન પચાવી પાડવી અને આરટીઆઈ કરી બ્લેક મેઈલ કરવાનાં પણ આરોપ છે. ઇજાગ્રસ્ત કિશોર મૂળ ઓરિસ્સાનો રહેવાશી છે. હાલમાં તે પાંડેસરા હાઉંસીંગમાં રહે છે. હાલમાં પાંડેસરા પોલીસે દુકાનદાર સહિત બે લોકોની ધરપકડ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY