બીજિંગ,તા.૨૭
ચીને રશિયાની એસ-૪૦૦ મિસાઇલ હવાઇ રક્ષા પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે. અમેરિકા તરફથી પ્રતિબંધ લગાવવાની આશંકાઓ હોવાં છતાં તાજેતરમાં જ ભારતે પણ આ મિસાઇલ રક્ષા પ્રણાલી માટે રશિયા સાથે સમજૂતી પર હસ્તાક્ષર કરેલ છે.
ચીનની સેનાએ ૨૦૧૫માં થયેલ ત્રણ અરબ ડાલરનાં કરાર બાદ રશિયા સાથે ગઇ જુલાઇ મહિનામાં જ આ પ્રણાલીની અંતિમ કન્સાઇનમેન્ટ પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ ચીન દ્વારા કરવામાં આવેલ આ પ્રણાલીનું આ પ્રથમ પરીક્ષણ છે.
સમાચાર પત્ર ‘સાઉથ ચાઇના મો‹નગ પોસ્ટ’એ રશીયા મીડિયાનાં ખબરોને લઇને જણાવ્યું કે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ ગયા મહીને જ એસ-૪૦૦ મિસાઇલ હવાઇ રક્ષા પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું અને આને ત્રણ કિ.મી પ્રતિ સેકન્ડની સુપરસોનિક સ્પીડથી લગભગ ૨૫૦ કિ.મીનાં અંતર પર એક ‘કૃત્રિમ બેલિસ્ટિક લક્ષ્ય’ને ભેદ્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





