તા. પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવી
સુરત, તા.૧૬
નવસારી જિલ્લા તિજોરી કચેરી ઘ્વારા પેન્શન મેળવતા તમામ પેન્શનરોને જણાવવાનું કે, જિલ્લા તિજોરી કચેરી સંલગ્ન બેંક શાખામાંથી પેન્શન મેળતા હોય તેવા પેન્શનરોએ બેંકમાં જઇ તા.૦૧/૦૫/૧૯ થી તા.૩૧/૦૭/૨૦૧૯ સુધીમાં હયાતી કરાવી લેવા જણાવાયું છે. તા.૩૧/૦૭/૧૯ સુધીમાં જે પેન્શનરોના હયાતિના ફોર્મ કચેરીને મળશે નહિ તેવા પેન્શનરોનું માહે ઓગષ્ટ-૨૦૧૯ પેઇડ ઇન સપ્ટેમ્બર-૨૦૧૯ થી પેન્શન બંધ કરવામાં આવશે. જે પેન્શનરોના આધાર કાર્ડ તથા પાન કાર્ડ બાકી છે તેવા પેન્શનરોએ આધારકાર્ડ તથા પાનકાર્ડ હયાતિના ફોર્મ સાથે અચૂક સામેલ રાખવા. કામગીરીમાં સરળતા રહે તે હેતુથી દરેક પેન્શનરોએ રજૂઆત અર્થે જિલ્લા તિજોરી કચેરી ખાતે ૧૧-૦૦ થી ૨-૦૦ દરમિયાન જ આવવાનું રહેશે. વિદેશમાં રહેતા પેન્શનરોએ હયાતી નોટરી પાસે ફોટા સહિત, બેંક/શાખા/પીપીઓ નંબર/ખાતા નંબર લખીને કરાવવા જણાવાયું છે. પેન્શનરોએ કચેરીમાં પીપીઓમાં કરેલી સહીના નમૂના મુજબ જ સહી હયાતીના ફોર્મ પણ કરવી રહે તેમજ સને ૨૦૧૮-૧૯ ના આવકના પ્રમાણપત્ર રંંpઃ//ષ્ઠઅહ્વીિંિીટ્ઠજેિઅ.ખ્તેદ્ઘટ્ઠિં.ર્ખ્તv.ૈહ વેબસાઇટ પરથી પણ મેળવી શકાશે. તેમ જિલ્લા તિજોરી અધિકારી, નવસારી ઘ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



