દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરાશે

0
8

સગર્ભા, વૃધ્ધો અને દિવ્યાંગોને લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ
વ્યારા, તા.૧૬

આગામી તા. ૨૩મી, એપ્રિલે યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો સરળતા મતદાન કરી શકે તે માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપવામાં આવી છે. જે અન્વયે ૨૩-બારડોલી (અ.જ.જા) બેઠકના ચૂંટણી અધિકારી અને તાપી કલેકટર આર.એસ.નિનામાના સીધા માર્ગદર્શન હેઠળ કોઇ પણ પ્રકારના લોભ-લાલચ વિના ન્યાયિક, મુકત અને તટસ્થ રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કવાયત હાથ ધરી રહ્યું છે. મતદાન કરવું એ દરેક નાગરિકનો હક છે. ત્યારે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવા પ્રયાસો ચૂંટણીતંત્રે હાથ ધર્યા છે.
૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં ૩૩૧, માંડવી વિધાનસભા મતવિસ્તારમાં ૨૧૮, કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં ૨૮૯, બારડોલી વિધાનસભા મતવિસ્તારમાં ૨૭૪, મહુવા વિધાનસભા મતવિસ્તારમાં ૪૪૯, વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ૩૯૬ અને નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ૬૪૯ દિવ્યાંગ મતદારો મળી કુલ ૨૬૦૬ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી તમામ પાયાની સુવિધાઓ તંત્ર દ્વારા સુનિશ્ચિત કરાઇ છે.
દરેક મતદાન મથક ઉપર મતદારોને સહાયતા માટે બી.એલ.ઓની હાજરી, મતદાન મથક ઉપર પીવાનું પાણી, તડકાથી સુરક્ષા માટે શેડ, શૌચાલય, પુરૂષો-મહિલાઓ માટે અલગ અલગ લાઇન, દર એક પુરૂષદીઠ બે મહિલાઓને મતદાન માટે પ્રવેશ, વૃદ્ધ-સગર્ભા અને દિવ્યાંગ મતદારોને લાઇનમાં ઉભા રહેવામાંથી મુક્તિ, જરૂરિયાતમંદો માટે દિવ્યાંગ તેમજ વૃદ્ધ, અશકત મતદારો માટે વ્હીલચેર, પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઇલ લિપીમાં બનાવેલ ખાસ મતપત્રકની સુવિધા, દિવ્યાંગ, અશકતતથા મુકબધિર મતદારો માટે સહાયકની સુવિધા સહિત આનુષાંગિક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY