સુરત,તા.૧૬
મોટા વરાછા ઉત્રાણ રોડ ઉપર સિલ્વર મેગઝિનમાં રહેતા ૩૪ વર્ષીય હીરાના કારખાનેદાર છે. કાપોદ્રાના મોહનનગરમાં ડાયમંડ એસ્ટેટ વિભાગ ૧માં જાનવી જેમ્સના નામે તેમનું કારખાનું આવેલું છે. દરમિયાન ગત તા. ૪ના રોજ રાત્રી દરમિયાન તેમના કારખાનામાંથી ૧૭ લાખના હીરા ચોરાઇ ગયા હતા. તસ્કરો ગેસ કટરથી તિજારી કાપી લાખોનો હાથફેરો કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે કાપોદ્વા પોલીસમાં ગુનો નોંધાયો હતો.
દરમિયાન કાપોદ્રા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કર્મીઓને મળેલી બાતમીને આધારે આ ચોરીમાં સંડોવાયેલા જગદીશ પોપટભાઇ ગોહેલ અને ભાવેશ નારાયણ ગલસાણિયાને ગાયત્રી સોસાયટી પાસેથી પકડી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી ૧૧.૧૭ લાખના હીરા કબ્જે કર્યા છે. આ ચોરીમાં સંડોવાયેલો તેમના સાગરિત મનસુખ રામજીભાઇ સાનગઢિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ યુ ટ્યુબમાં કટરથી તિજોરી કે તાળા કાપવાની ટેકનિક જોઇ હીરાના કારખાનામાં હાથ અજમાવ્યો હતો. આ સાથે અમરેલીના દામનગર ખાતે હીરાના કારખાનામાં થેયલી ચોરીનો પણ ભેદ ઉકેલાય ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




