રીક્ષાચાલક અને બે બાળકો ઈજાગ્રસ્ત
મોરબી ,
મોરબી રાજકોટ હાઈવે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં આજે ટંકારા નજીક કાર અને છકડો રીક્ષા અથડાતા કારચાલક અને કારમાં સવાર બે બાળકો તેમજ રિક્ષાચાલકને ઈજા થઇ હતી જેમાં એકનું મોત થયું છે.
ટંકારાથી રાજકોટ તરફ જતી કાર નં જીજે ૦૩ ડીજી ૩૭૮૩ ની ટક્કર છકડો રીક્ષા સાથે થવા પામી હતી અને અકસ્માતમાં કાર ચાલક ભાવેશભાઈ રાજપરા, રીક્ષાના ચાલક પ્રવીણભાઈ અને કારમાં સવાર બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી જેમાં કારચાલક ભાવેશ રાજપરાની હાલત ગંભીર હોવાથી તેણે ૧૦૮ મારફત રાજકોટ ખસેડવાની તજવીજ આદરી હતી જોકે સારવાર મળે તે પૂર્વે જ તેનું કરુણ મોત નીપજ્યું છે જયારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા છે કારમાં સવાર બે વિદ્યાર્થીઓએ લીફ્ટ માંગી હતી તેનો ચમત્કારિક બચાવ થયો હોય તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે


રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




