ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજના ઉપક્રમે સ્વામી તેજાનંદ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

0
24

ટુર્નામેન્ટમાં ભાવનગરની ટીમનો શાનદાર વિજય
સુરત, તા.૧૯
ગુજરાત ગુરૂબ્રાહ્મણ સમાજના સહયોગથી અને વલસાડ-નવસારી જિલ્લા ઘટકનાં ઉપક્રમે વલસાડ ખાતે મહર્ષિ સ્વામી તેજાનંદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સરદાર પટેલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, વલસાડ ખાતે તા.૫-૪-૨૦૧૯ થી તા.૭-૪-૨૦૧૯ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ૨૮ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર ગુરૂબ્રાહ્મણ સમાજના યુવાનો એક મંચ પર આવવાની આ ઐતિહાસિક ક્ષણ હતી. ફાઈનલમાં વલસાડની ટીમનો ભાવનગરની ટીમ સામે ઐતિહાસિક વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં ઉદ્ઘાટક તરીકે મોહનભાઈ દ્વિવેદી સ્થાપક સભ્ય ઉપસ્થિત રહ્ના હતા. રાજ્યકક્ષાના પ્રમુખ જે.બી. શ્રીમાળી, મહામંત્રી સી.એન.જોષી અને ખજાનચી ભગવતીપ્રસાદ શ્રીગોળ ઉપસ્થિત રહ્ના હતા. સમારંભના મુખ્ય મહેમાન તરીકે પૂર્વ પ્રમુખ અને ડો. બાબા સાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઈ ગેરીયા ઉપસ્થિત રહ્ના હતા. તેમણે પોતાના પ્રવચનમાં વિરોધીઓને આડે હાથ લેતા સમાજ ઉપયોગી કાર્ય કરવાની શીખામણ આપી હતી અને સમાજ લક્ષી કાર્યમાં તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કન્વીનર અને ઉપપ્રમુખ દક્ષિણ ઝોન, રાજુભાઈ મહારાજ અને સહકન્વીનર અને પ્રભારી દક્ષિણ ઝોન શૈલેષભાઈ પાઠક તથા વલસાડ નવસારી ઘટકના યુવા પ્રમુખ ભાવિન શર્મા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના સ્પોન્સર રાજુભાઈ મહારાજ તરફથી કરવામાં આવેલ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY