મોદી સરકાર દર વર્ષે ૧૦ લાખ યુવાઓને લશ્કરી તાલીમ આપશે

0
11

ન્યુ દિલ્હી,તા.૧૭
ભારતની યુવા પેઢી શિસ્તબધ્ધ બને અને તેમનામાં રાષ્ટ્રવાદની ભાવના વિકસે તે માટે સરકાર વિચારણા કરી રહી છે. જેના ભાગરુપે દર વર્ષે ૧૦ લાખ યુવાઓને લશ્કરી તાલીમ આપવા માટે સરકારે પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
અહેવાલ પ્રમાણે લશ્કરી તાલીમ દરમિયાન ધો.૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ આખી યોજનાને નેશનલ યુથ એમ્પાવરમેન્ટ સ્કીમ નામ આપવામાં આવ્યુ છે. જેમણે ૧૨ મહિનાની તાલીમ લીધી હશે તેમને જ સેના, અર્ધલશ્કરીદળો અને પોલીસની ભરતી માટે લાયક ગણવામાં આવશે.
પ્રસ્તાવ પ્રમાણે આ તાલીમમાં રાષ્ટ્રવાદ, શિસ્ત, તેમજ આત્મ ગૌરવના પાઠપણ ભણાવાશે.તેની સાથે સાથે વોકેશનલ ટ્રેનિંગ, ઈમરજન્સી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભારતીય મુલ્યો, યોગ, આર્યુવેદ અને પ્રાચીન ભારતીય ફિલોસોફીથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધીમાં ન્યુ ઈન્ડીયા વિઝનની જે વાત કરી છે તેનો જ આ સ્કીમ પણ હિસ્સો હશે.એક વર્ષના તાલીમ કાર્યક્રમ માટે એનસીસી, એનએસએસ , મનરેગા અને સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયના ફંડમાંથી જાગવાઈ કરાશે.
જુન મહિનાના અંતમાં આ સ્કીમ માટે પીએમઓમાં એક બેઠક બોલાવાઈ હતી.જેમાં રક્ષા મંત્રાલય, યુવા મામલાના મંત્રાલય અને માનવ સંસાધન મંત્રાલયના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
જોકે કેટલાક અધિકારીઓએ આ સ્કીમ લાગુ કરવા પર સવાલ ઉઠાવીને તેની જગ્યાએ એનસીસીને વધારે મજબૂત કરવાનુ સૂચન પણ કર્યુ હતુ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY