ભાજપના ઈશારે હુમલો કરાયો હોવાનો હાર્દિક પટેલનો આરોપ

0
6

પાટીદાર નેતા તથા કોîગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની પ્રતિક્રિયા
સુરત, તા.૧૯

ગુજરાતમાં પાટીદાર આંદોલન કરનાર અને ત્યારબાદ કોંગ્રેસમાં સામેલ થયેલ હાર્દિક પટેલને આજે સુરેન્દ્રનગરના વઢવાણના બદલાણામાં એક પાટીદાર યુવકે લાફો મારી દીધો હતો જેને કારણે જાહેરસભામાં નાસભાગ મચી ગઇ હતી
પોતાના પર થયેલા હુમલા બાદ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ચાલુ સભામાં મારા પર હુમલો થયો છે એટલે આ હુમલો ભાજપે કરાવ્યો છે. જો ભાજપ સિવાય અન્ય કોઈ વ્યક્તિ હોત તો તેણે મારી સાથે વાતચીત કરી હોય, મારી સામે કાળા વાવટા ફરકાવ્યા હોત, પરંતુ લાફો માર્યાનો મતલબ એવો છે કે ભાજપે આ હુમલો કરાવ્યો છે.
સુરેન્દ્ર નગર બેઠક પર કોંગ્રેસમાંથી લીંબડીના વર્તમાન ધારાસભ્ય સોમા ગાંડા પટેલ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપે આ બેઠક પરથી જો. મહેન્દ્ર મુંજપરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY