તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થવાની આગાહી
સુરત, તા.૧૯
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી હવામાનમાં આવેલ પલટાના લીધે તાપમાનમાં ૫ થી ૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આજે સવારથી પવનની દિશા ઉત્તર તરફની થવાની સાથે ગરમીનો પારો વધી ગયો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૫.૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૫.૨ ડિગ્રી નોંધાયું છે.હવામાં ભેજનું પ્રમાણ ૨૭ ટકા અને હવાનું દબાણ ૧૦૦૮.૭ મીલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૭ કિલો મીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. પવનની દિશા બદલવાની સાથે ગરમીમાં આજે સવારથી નોંધપાત્ર વધારોથયો છે. તાપમાન વધતા ગરમીમાં ગતરોજની સરખામણીએ આજે બે થી ત્રણ ડિગ્રી વધારો નોંધાયો છે.
નવસારીમાં આજે અધિકત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૯ ડિગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૪.૯ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૧.૧ ડિગ્રી નોંધાયું છે.
આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાની ગરમીનો અનુભવ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



