તમે(મોદી) ઉદ્યોગપતિના ચોકીદાર તો હું ખેડૂતોનો ચોકીદાર છું : રાહુલ ગાંધી

0
7

સુરત,તા.૧૯
લોકસભા ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બારડોલીમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં. રાહુલ ગાંધીએ મોદીને આડેહાથ લેતા કહ્યું હતું કે, ચોકીદાર ચોર તો છે જ પણ હવે અંબાણીના ઘરે જોવા મળે છે. ગરીબોના કે ખેડૂતોના ઘરે કિયારે દેખાતા નથી. રાહુલે કહ્યું તમે ઉદ્યોગપતિના ચોકીદાર છો હું ખેડૂતોનો ચોકીદાર છું. મોદીની યોજનાઓ અને વાયદાઓ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, મોટા મોટા વાયદાઓ આપી દીધા જેમાંથી કશું જ મળ્યો નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં એક રૂપિયો પણ આવ્યો નથી. અગાઉ ૧૫ લાખ રૂપિયા લોકોના ખાતામાં આપવાની વાતો કરી હતી. નોટબંધી કરીને બાદમાં ગબ્બરસિંહ ટેક્સ લગાવી દેનારા મોદીએ ગરીબો, નાના વેપારીઓ અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. અમારી સરકાર બનશે એટલે અમે આપેલા એક એક વાયદાઓ પુરા કરીશું. અને લોકોના ખાતામાં સીધા જ ૭૨ હજાર જમા કરાવીને ગરીબોને સાચા અર્થમાં મદદ કરીશું.
તેમણે ૨૫ કરોડ લોકોને વર્ષના ૭૨ હજાર રૂપિયા આપવા પાછળનો તર્ક સમજાવતા જણાવ્યુ હતું કે કોંગ્રેસ સરકાર આવશે નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીને જે ૪૫ હજાર કરોડ આપ્યા છે તેના ૩૦ ટકા ભારતના ગરીબ લોકોના બેન્ક એકાઉન્ટમાં સીધા નાંખી દઇશું. દર મહિને બેન્કમાં જમા થઈ જશે. આ જ કોંગ્રેસનો ગરીબી પરનો સર્જીકલ સ્ટ્રાઈક. નરેન્દ્ર મોદીએ ગરીબો, બેરોજગારો, ખેડૂતો, પર સર્જીકલ સ્ટ્રાઇક કરી અમે ગરીબી પર સર્જીકલ સ્ટ્રાઈક કરીશું. આ પૈસા મહિલાના બેન્ક ખાતામાં જમા થશે. જેનાથી ખરીદ શકિત વધશે અને હિંદુસ્તાનની અર્થ વ્યવસ્થા મજબૂત બનશે. અમે આ ૭૨ હજાર રૂપિયાથી હિંદુસ્તાનના અર્થતંત્રમાં ઈંધણ પુરવાનું કામ કરીશું.
છતિસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ ગણતરીના સમયમાં ખેડૂતોના દેવા માફ કરી દીધાં હતાં. ચૂંટણીમાં અમે વચન આપ્યું હતું. અને તાત્કાલિક તે પુર્ણ કર્યું. પરંતુ ભાજપ સરકાર એક પણ વચન નિભાવતી નથી. ઉપરથી ગરીબોના રૂપિયા અમિરોની તિજારીમાં કેમ જાય તે જુએ છે. રાફેલમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. ભ્રષ્ટાચારીઓ દેશ બહાર જતાં રહ્યાં પરંતુ મોદી સરકાર તો ગરીબ અને ઈમાનદારોને ડરાવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY