વડોદરા,તા.૨૩
વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ ફરી કોંગ્રસમાં જાડાયા છે. ખુમાણસિંહ ૨૦૧૭માં કોંગ્રેસ સાથે છેડો ફાડી એનસીપીમાં જાડાયા હતા. જા કે ફરી વર્ષ ૨૦૧૯માં તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા છે. ત્યારે અમદાવાદ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેઓએ સ્વાગત કરી પત્રકાર પરિષદ યોજી હતી.
લોકસભાની ચૂંટણી નજીક છે. નેતાઓ અને પક્ષ પલટુઓના આંટાફેરા શરૂ થઇ ગયા છે. તો કેટલાક નેતાઓ હે પાછા પણ ફરી રહ્યાં છે. આવા જ એક કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ કોંગ્રેસમાં પાછા ફર્યા છે. વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસે ટિકિટ ન આપતાં ખાટું ગંધાયું અને પાર્ટી સાથે છેડો ફાડી એનસીપીમાં જોડાઇ ગયા હતા.
અમદાવાદમાં ફરી કોંગ્રેસમાં જાડાયા બાદ ખુમાણસિંહે જણાવ્યું કે ઘર વાપસી કરીને આનંદ થયો. ૨૦૧૭માં છાતી પર પથ્થર રાખી કોંગ્રેસ છોડી હતી, હવે ભૂલ સમજાય ગઇ છે. હું ભાજપની લાલચમાં આવ્યો ન હતો, બસ થોડું મનદુઃખ થતા નારાજ થયો હતો. દેશમાં લોકશાહી ખતરામાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



