રૂ. ૧૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ
સુરત, તા.૨૩
કામરેજ ટોલટેક્ષ નાકા પાસેથી પસાર થતા એક બુટલેગર ટેમ્પા ચાલકને આંતરીને તપાસ કરતા પોલીસે વિદેશી દારૂની કુલ્લે ૭૭૮૮ નંગ બોટલ કિંમત ïરૂ. ૫.૩૧ લાખ તથા ૫ લાખ રૂ.નો ટેમ્પો મળી કુલ્લે ૧૦.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાકે, બુટલેગર ટેમ્પો ચાલક મુદ્દામાલ મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જીજે-૦૧-એફટી-૨૪૯૩ નંબરના બુટલેગર ચાલક ગત રાત્રિના સુમારે પોતાના ટેમ્પામાં કુલ્લે ૭૭૮૮ નંગ વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડોની બોટલો ભરીને જતા હતા ત્યારે કામરેજ ટોલટેક્ષ ખાતે ફરજ બજાવતા કામરેજ પોલીસે ટેમ્પો રોકીને તપાસ કરી રૂ. ૫.૩૧ લાખ તથા ૫ લાખ રુ. નો ટેમ્પો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાકે પોલીસને જોઈને ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ જતા તેમના વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુનો નોîધી તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



