સૈયદપુરા મહાકાળી માતાજી મંદિર સાલગીરી નિમિત્તે રાત્રે પાટોત્સવ

0
22

રાત્રે ૯ કલાકે ભજન-કીર્તન તથા ગરબા પણ યોજાશે
સુરત, તા.૨૪
સૈયદપુરા મનોહર બાવાના ટેકરા પાસે આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરની સાલગીરી નિમિત્તે આજે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત શ્રી મહાકાળી મંદિર પરિવાર તથા ભક્તજનો દ્વારા દર વર્ષે મંદિરની સાલગીરી ઉજવાય છે. આજે વિક્રમ સવંત ચૈત્ર વદ ૫ તા.૨૪-૫-૨૦૧૯ના શુભ દિને પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર ખાતે સવારે ૬ થી બપોરે ૧૨ સુધી પુષ્પ વાટીકા દર્શન, સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી અન્નકૂટ દર્શન, સવારે ૧૦.૧૫ કલાકે નવચંડી યજ્ઞ સમય બપોરે ૧ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા, સાંજે ૪ કલાકે નવચંડી યજ્ઞ પૂર્ણાહુતિ તથા મહાઆરતી સાંજે ૭.૧૫ કલાકે સંધ્યા આરતી અને રાત્રે ૯ કલાકે ભજન ગરબા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ શુભ પ્રસંગે દરેક ભાવિક ભક્તોને સહપરિવાર મિત્ર મંડળ સહિત મહાકાળી મંદિર ખાતે પધારી દર્શનનો લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ મંદિર પરિવાર દ્વારા અપાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY