પીએમ મોદીનો સૂટ ખરીદનાર ધર્મ નંદન ડાયમંડ સાથે છેતરપીંડી

0
6

સુરત,તા.૨૪
ધર્મ નંદન ડાયમંડ સાથે રૂ. એક કરોડની ઠગાઈ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદ પ્રમાણે હિંમત અને કોશિયા નામના બે ઇસમોએ ધર્મ નંદન ડાયમંડ પાસેથી રૂ. ૧ કરોડના ૧૫૦૦ કેરેટ હીરા ખરીદ્યા હતા. બાદમાં તેનું પેમેન્ટ અને માલ આપવામાં આવ્યો ન હતો. આ મામલે કોશિયા બંધુઓ સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ના વર્ષમાં મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેની મુલાકાત દરમિયાન પહેરેલા સૂટની હરાજી કરવામાં આવી હતી. સુરતના ધર્મ નંદન ડાયમંડ ગ્રુપના લાલજીભાઈ પટેલે રૂ. ૪.૩૧ કરોડની બોલી લગાવીને આ સૂટની ખરીદી કરી હતી. મોદીના આ સૂટને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. હરાજીમાં સૌથી વધારે ઊંચી બોલવાની કેટેગરીમાં આ સૂટને સ્થાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે મોદીના સૂટની હરાજી સમયે પ્રારંભિક કિંમત રૂ. ૧૧ લાખ રાખવામાં આવી હતી. આ સૂટને ખરીદવા માટે ૪૭ જેટલા લોકોએ બોલી લગાવી હતી. જેમાંથી લાલજીભાઈ પટેલે સૌથી વધુ રૂ. ૪.૩૧ કરોડની બોલી લગાવી હતી. આ સૂટની હરાજીમાંથી આવેલા નાણા ગંગા સફાઇ માટે વાપરવામાં આવ્યા હતા.
આ સૂટની ખાસિયત એવી હતી કે તેના મોનોગ્રામમાં નરેન્દ્ર દામોદર દાસ મોદી લખ્યું છે. મોદીએ જાન્યુઆરી ૨૦૧૫માં ઓબામા સાથે મુલાકાત દરમિયાન આ સૂટ પહેર્યો હતો. મોદીના એક મિત્રએ તેમને આ સૂટ ભેટમાં આપ્યો હતો. આ સૂટની કિંમતને લઈને અનેક દાવા થયા હતા. વિપક્ષે આ સૂટની કિંમત લાખો રૂપિયામાં હોવાનો દાવો કરીને તેમના પર ‘સૂટ-બૂટ’ની સરકારનો આક્ષેપ લગાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY