એટીએફ અને નેચરલ ગેસને જીએસટીમાં લાવવાની તૈયારીમાં મોદી સરકાર

0
17

ન્યુ દિલ્હી,તા.૧૬
ચાલુ સપ્તાહે શનિવારે જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે. સરકાર કેટલીક કોમોડિટી ઉપર ટેક્સના દરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે તો વળી સાથેસાથે કેટલીક કોમોડિટીની આવકમાં વધારો થાય તે માટે પ્રયત્ન હાથ ધરશે. ખાસ કરીને એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ-એટીએફ અને નેચરલ ગેસને જીએસટીના દાયરામાં લાવવા સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ક્રૂડ, નેચરલ ગેસ, પેટ્રોલ-ડીઝલ અને એટીએફને જીએસટીમાંથી બહાર રખાયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને આવકમાં થઇ રહેલા નુકસાનના પગલે પેટ્રોલિયમ સેક્ટરની કેટલીક પ્રોડક્ટને જીએસટીમાં સમાવવા સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.
ખાસ કરીને નેચરલ ગેસ અને એટીએફને જીએસટીમાં સમાવેશ કરવાનો પ્રસ્તાવ કાઉન્સિલની બેઠકમાં મૂકવામાં આવી શકે છે. નેચરલ ગેસ અને એટીએફને જીએસટીના વર્તમાન ટેક્સ સ્લેબ ૫, ૧૨, ૧૮, ૨૮ના ટેક્સ સ્લેબમાં રાખવાનું મુશ્કેલ સાબિત થઇ શકે છે.
કેન્દ્ર એટીએફ ઉપર ૧૪ ટકા એક્સાઇઝ ડ્યૂટી લગાવે છે. જ્યારે પેટ્રોલ-ડીઝલ પર રાજ્ય સરકાર ૨૪+૪ એમ ૨૮ ટકા વેટ લે છે. એટીએફ-નેચરલ ગેસના ઊંચા ભાવને પગલે જીએસટીના દાયરામાં તેને લાવવામાં આવે તેવી શક્યતા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY