રાજ્યની તમામ નદીઅોમાં મુર્તિ વિસર્જન નહી કરવા હાઈકોર્ટનો આદેશ

0
27

પીઅોપીની પ્રતિમાઅોનું નદીમાં વિસર્જન કરવાથી પ્રદુષણની માત્રા નદીમાં વધી જાય છે. જેના પગલે સુરત સીટીઝન કાઉન્સીલ દ્વારા આ બાબતે લડત આપવામાં આવી રહી છે.

સુરત સીટીઝન કાઉન્સીલની હાઈકોર્ટમાં પીઆઈઍલને પગલે રાજ્યની તમામ નદીઅોને પ્રદુષણથી રક્ષણ મળ્યું છે. હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ નદીઅોમાં ફકત ગણેશ વિસર્જન ઉપરાંત દુર્ગાપુજા, જન્માષ્ટમી તથા મોહરમ જેવા તહેવારોમાં પણ નદીના પાણીમાં વિસર્જન અંગે પરવાનગી નહી આપવા બાબતે સુચના આપવામાં આવી છે.

સુરત સીટીઝન કાઉન્સીલ દ્વારા વર્ષ૨૦૧૪ માં ગણેશ વિસર્જન વખતે મુર્તિઅોના વિસર્જનથી થતાં પ્રદુષણને અટકાવવા જાહેરાતની અરજી કરવામાં આવી હતી. તેમાં વચગાળાના હુકમથી કેટલીક સુચનાઅો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ કાઉન્સીલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ પણ અરજી કરવામાં આવી હતી. જેમાં પણ કેટલીક વચગાળાની સુચનાઅો આપવામાં આવી હતી. તેના પગલે ૨૦૧૪-૧૫ માં કૃત્રિમ તળાવો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી ૨૦૧૮ માં કાઉન્સીલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અને અંતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ નદીઅોમાં કોઈ પણ પ્રકારની પ્રતિમાઅોનું વિસર્જન ન કરવા માટેનો આદેશ આપી દીધો છે.

સા.ભા.ગુજરાત મિત્ર ન્યૂઝ
સલીમ પટેલ અંકલેશ્વર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY